Gujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવન

Continues below advertisement

રાજ્યમાં ભરશિયાળે માવઠાનું સંકટ પેદા થયું છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. નવી આગાહી મુજબ, આગામી 26થી 28 તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેને કારણે આ જિલ્લાઓમાં હિલ સ્ટેશન જેવો નજારો સર્જાયો છે. જોકે, આ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ દસ્તક આપશે. ત્યારે કયા જિલ્લાઓમાં ક્યારે ક્યારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram