Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Continues below advertisement

હવે ઠંડીમાંથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે..હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વના પવનો શરૂ થતા ચારથી પાંચ દિવસ સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે જેથી ઠંડીમાંથી રાહત મળશે..હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ રહેશે..વાદળો વિખેરાઈ જતા ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડશે.
છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ થરથર કાંપી રહ્યો છે. ત્યારે હવે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે અને ત્યારબાદ સ્થિતિમાં સુધારો થશે. એટલે કે સારા સમાચાર આપતા IMDએ કહ્યું છે કે બે દિવસ બાદ તીવ્ર ઠંડીથી થોડી રાહત મળી શકે છે. ઉત્તર ભારતના લઘુત્તમ તાપમાનમાં પણ પાંચ દિવસ સુધી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram