Gujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Continues below advertisement
હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી કરી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.
રાજ્યમાં કેટલાક સ્થળોએ આજે વરસી શકે છે વરસાદ. હવામાન વિભાગના મતે આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. તો આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અને કાલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે..આ દરમિયાન પવનની ગતિ 40થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
22 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી
અરવલ્લી ,દાહોદ ,મહીસાગર ,પંચમહાલ વડોદરા ,છોટાઉદેપુર, સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement