Heatwave Updates | હવે ગરમીથી આટલા વિસ્તારોને મળશે રાહત... જુઓ વીડિયોમાં
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે, હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે.રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પારો અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચેલો છે. એક તબક્કો એવો હતો કે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ હતી. અસહ્ય ગરમીના કારણે સમગ્ર ગુજરાતના લોકો તોબા પોકારી ગયા હતા. જોકે, હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે.