Hevay Rain Forecast | આગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાત માટે સૌથી ભારે, જુઓ મોટી આગાહી | Abp Asmita
પ્રવાસન સ્થળ દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં આજે છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે.