Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

Continues below advertisement

Gujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી 


રાજ્યમાં વરસાદની માહોલ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે કરી વરસાદને લઇ મોટી આગાહી જેમાં રાજ્યના અનેક જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી, રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યના નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, હવામાન વિભાગે જાહેર કરેલ ઓરેન્જ એલર્ટના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જયારે હવામાન વિભાગે અમરેલી , ભાવનગર , પંચમહાલ , દાહોદ , મહીસાગર , વડોદરા અને છોટાઉદેપુરમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે, હવામાન વિભાગે કરેલ યેલો એલર્ટવાળા વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram