Gujarat Rain Forecast | ગુજરાત પર ફરી એક સિસ્ટમ સક્રીય | દક્ષિણ ગુજરાત ફરી એકવાર ડૂબશે!

Continues below advertisement

Rain Forecast: બંગાળની ખાડી પર બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે આગામી 2-3 દિવસ દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને તેલંગાણામાં ભારે વરસાદની (heavy rain) આગાહી (forecast) કરી છે. ગુજરાતમાં હવે ભારે વરસાદથી રાહત મળી છે. ગુજરાતમાં ડીપ ડિપ્રેશન "ચક્રવાતી તોફાન આસ્ના"માં પરિવર્તિત થયું છે. જો કે, 'આસના' વિસ્તાર પર કોઈ મોટી અસર કર્યા વિના અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધ્યું છે. જેથી દેશ પરથી તોફાનનો ખતરો ટળ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram