Heavy Rain Updates | ગુજરાતના આ 9 જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ, ભારે આગાહી
લાંબા વિરામ બાદ અને ચોમાસાની વિદાય બાદ પણ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે. નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે... તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.