Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને આગાહી કરી છે. આ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ પસાર થતી હોવાથી આ આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે:
નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા
મધ્યમ વરસાદની આગાહી:
દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ પડશે.
હળવા વરસાદની આગાહી:
અમદાવાદ અને ગાંધીનગર
ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર
સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છ