કેન્દ્ર સરકારમાં કોળી સમાજના સાંસદોને સ્થાન આપવામાં આવે તેવી ઉઠી માંગ, જાણો કોણે કરી માંગ?

Continues below advertisement

અમરેલી: ગુજરાત કોળી સમાજના સાંસદોને કેન્દ્ર સરકારમાં સ્થાન આપવા માટે હીરા સોલંકી મેદાનમાં આવ્યા છે. હીરા  સોલંકી ગુજરાત કોળી સેના પ્રમુખ અને રાજયના પૂર્વ સંચદીય સચીવ છે. હાલમાં હીરા સોલંકીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ માંગ કરી રહ્યા છે કે કોળી સમાજને દિલ્હીમા સરકારમાં સ્થાન આપવામાં આવે અથવા સંગઠનમા પ્રતિનિધિત્વ આપવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે રાજયભરમાંથી કોળી સમાજના આગેવાનો દ્ધારા તેમની સમક્ષ આ મામલે અનેક રજૂઆતો આવી હતી. હીરા સોલંકીએ વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ, મુખ્યમંત્રી રૂપાણીને આ મામલે વીડિયો મારફતે અપીલ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram