સલામત સવારીના પોકળ દાવા! STના ડ્રાઈવર અને કંડક્ટર ફૂલ ટલ્લી
Continues below advertisement
સલામત સવારીના પોકળ દાવા! STના ડ્રાઈવર અને કંડક્ટર ફૂલ ટલ્લી
સુરતના મહુવામાં નવસારી-ઉનાઈ રૂટની ST બસના ડ્રાઈવર કંડક્ટર દારૂના નશામાં ધૂત જોવા મળ્યા હતા. જેને લઇને 50 જેટલા મુસાફરો માટે જીવનું જોખમ સર્જાયું હતું. રોડની સાઈડમાં ઉભેલા ટેમ્પોને અડફેટે લેતાં ડ્રાઈવર નશામાં હોવાનો ભાંડો ફૂટ્યો હતો. મુસાફરોને કંડક્ટર પીધેલો હોવાની શંકા જતાં પોલીસ બોલાવી હતી. ડ્રાઈવરને નીચે ઉતરવાનું કહેતાં તે ગાળાગાળી કરવા લાગ્યો હતો. જ્યારે કંડક્ટર બ્રિથ એનલાઈઝરમાં ફૂંક મારવાની હાલતમાં પણ ન હતો બંને નશો કરેલ હાલતમાં હોવાથી મોહુવા પોલીસે કરી ધરપકડ કરી હોસ્પિટલ ચેકપ માટે મોકલવામાં આવ્યા હતા
Continues below advertisement