Alcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

Continues below advertisement

દારુબંધી અંગે ગૃહ લિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર. દારૂબંધી મુદ્દે કડકાઈ કરવાના બદલે ઢીલ આપતો પરિપત્ર. દારુના જથ્થાની લિમિટ વધારી કાર્યવાહી માટે ઢીલાશ વર્તવામાં આવી.

રાજ્ય સરકાર એક તરફ દારૂબંધી મુદ્દે કડક પગલાં લેવાના ભાગરૂપે દારૂની હેરફેરમાં પકડાયેલા વાહનોની હરાજી કરવા સુધારા વિધેયક લાવે છે. બીજી તરફ દારૂના ક્વોલિટી કેસમાં દારૂના જથ્થાની કિંમત વધારી ઢીલી નીતિ અખત્યાર કરતી હોય તેવો વિચિત્ર પરિપત્ર કરે છે. દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી થાય છે. પરંતુ સરકારે હવે ક્વોલિટી કેસ માટે દારૂના જથ્થાની કિંમત વધારી છે. અગાઉ દેશી દારૂ રૂ. 15 હજારનો પકડતો તો ક્વોલિટી કેસ ગણાતો. વિદેશી દારૂનો રૂપિયા 25 હજારનો જથ્થો પકડતો તો અગાઉ ક્વોલિટી કેસ ગણાતો. નવા પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી કાર્યવાહી માટે ઢીલાશ વર્તવામાં આવી. હવે રૂ. 1 લાખનો દેશી દારૂનો જથ્થો પકડશે તો ક્વોલિટી કેસ ગણાશે. વિદેશી દારૂનો રૂ. 2.50નો જથ્થો પકડશે તો જ ક્વોલિટી કેસ ગણાશે આ પરિપત્ર દ્વારા સરકાર દારૂની હેરફેર બદલ પોલીસ અધિકારી અને કર્મચારીઓને છૂટછાટ આપતી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram