2018ની LRD ભરતી મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપન કરવાની જાહેરાત કરી

Continues below advertisement

2018ની LRDનું ભરતીનું 20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપન કરવાની જાહેરાત થાય એવી સંભાવના હતી. GADના 1 ઓગષ્ટ 2018ના પરીપત્રના અમલને લઈ અન્યાય થયો હોવાની પરીક્ષાર્થીઓને લાગણી થઈ હતી. આંદોલન ચલાવી રહેલા પરીક્ષાર્થીઓને ચર્ચા કરવા ગૃહમંત્રીએ આજે બોલાવ્યા હતા. જે ચર્ચા હવે પૂર્ણ થઈ છે. હર્ષ સંઘવીએ 2018ની LRDનું ભરતીનું 20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપન કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વિવિધ સંવર્ગની ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરાશે. 10 ના સ્થાને 20 ટકા પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram