Rushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ
ભાજપ નેતા જવાહર ચાવડા ના વાયરલ થયેલા વીડીયો મુદે ભાજપ નેતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કયું કે આ મુદે મારે કંઈ કહેવાનું રહેતું નથી જો જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે અમારું સંગઠન તેમને સમજાવશે વધુમાં કહ્યું કે ઘર હોય છે તોઈ તેમાં બે ચાર ગ્રુપ નીકળતા હોઇ છે ત્યારે આ તો દુનિયાની સહુથી મોટી પાર્ટી છે જવાહરભાઇ સાથે વાત કરી તેમનું મન દુઃખ દૂર કરવાની કોશિશ કરાશે
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પૂર્મ થતાં જ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. વિસાવદરમાં પેટાચૂંટણી બાદ ભાજપના નેતાઓ સામસામે આવ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા નવાજૂની કરવાના મૂડમાં છે. જવાહર ચાવડાએ ફેસબુક પરથી ભાજપનું કમળનું નિશાન જ નહીં, ભાજપ સંબંધિત બધીય પોસ્ટ હટાવી દીધી છે. જવાહર ચાવડાએ ખુલ્લેઆમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સામે બગાવતના સૂર છેડ્યા છે. જવાહર ચાવડાએ વીડિયો જાહેર કરીને મનસુખ માંડવિયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મારી ઓળખ જ અલગ છે. મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ઉભી કરી છે.