Gujarat Government | રાજ્યના સરકારી કર્મચારીઓ-પેન્શનર્સ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Continues below advertisement

આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટો હિતલક્ષી નિર્ણય લીધો છે. આ વખતે રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર અને પેન્શનની એડવાન્સ ચૂકવણી કરવામાં આવશે. 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખરેખરમાં, આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચૂકવણી એડવાન્સમાં કરાશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચૂકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram