અમદાવાદમાં પોલીસ બની પ્રજાની મિત્ર, એક હજાર PPE કિટનું કરાયું વિતરણ
Continues below advertisement
રાજયમાં કોરોના મહામારી દરમ્યાન દરેક લોકો અને સંસ્થાઓ હવે લોકોની મદદે એવી રહી છે. જેની વચ્ચે હવે સતત 24 કલાક ફરજ બજાવતી અમદાવાદ શહેર પોલીસ, ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ, ફાયરબ્રિગેડ સ્ટાફ અને જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટ તેમજ PPE કીટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને "તુલસી વલ્લભ નિધી" કર્મા ફાઉન્ડેશન દ્વારા મળીને સમગ્ર શહેરમાં મીની લોકડાઉન અને રાત્રી કરફ્યુમાં બંદોબસ્તમાં રોકાયેલા પોલીસકર્મીઓને દરરોજ 2500 જેટલા TGB હોટલના ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલ ખાતે ફરજમાં રોકાયેલા ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને જરૂરિયાતમંદ લોકો અને દર્દીના પરિવારજનોને દરરોજના 400 ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવે છે.
Continues below advertisement