Surendranagar News । સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતો ચિંતામાં
Surendranagar News । સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતો ચિંતામાં
Surendranagar News । સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતો ચિંતામાં, સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો ખેતી થકી સમૃદ્ધ બન્યા છે અને અલગ અલગ સીઝન મુજબ વિવિધ પાકોનું વાવેતર કરે છે. સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો સિંચાઈ માટે મુખ્યત્વે નર્મદાની મુખ્ય તેમજ બ્રાન્ચ કેનાલ મારફતે પાણી મેળવે છે અને કેનાલ આધારિત ખેતી કરે છે. આથી વર્ષો થી જીલ્લાના ખેડૂતો આગોતરું વાવેતર કરે છે જેમાં ચાલુ વર્ષે ઝાલાવાડના ખેડૂતોએ ૨૫૦૦૦ હેકટર જમીનમાં આગોતરું વાવેતર કર્યું છે..ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ છેલ્લા ૨૫ દિવસથી સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા અંદાજે ૧૫ હજાર હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલ કપાસ, ઘાસચારો અને શાકભાજીના વાવેતરને સિંચાઈ માટે પાણી નહિ મળતા નુકશાન પહોચી રહ્યું છે. વઢવાણ, ચૂડા અને લીંબડી તાલુકાના અનેક ગામોના ખેડૂતોના બિયારણ ફેલ જવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.