Gujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યાં છે. સૌથી વધુ બનાસકાઠામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. 4 જુલાઈ સવારના બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંઘાયો આંકડા પર નજર કરીએ.છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઈંચ,પંચમહાલના શહેરામાં ત્રણ ઈંચ,નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ,મહીસાગરના ખાનપુરમાં સવા બે ઈંચ,કઠલાલ, ગળતેશ્વરમાં બે બે ઈંચ,પાલનપુરમાં બે ઈંચ,કુકરમુંડામાં બે ઈંચ ,કપરાડામાં પોણા બે ઈંચ ,ઠાસરામાં પોણા બે ઈંચ,ઉમરપાડામાં પોણા બે ઈંચ,નાંદોદ, ઝઘડીયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.તો બીજી તરફ સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરગામ,ખેડબ્રહ્મામાં સવા ઈંચ,હાલોલ, સતલાસણામાં સવા ઈંચ,સિંગવડ, સિદ્ધપુરમાં સવા ઈંચ,બાલાસિનોર, નસવાડીમાં એક ઈંચ,અંકલેશ્વર, ગરૂડેશ્વરમાં એક ઈંચ,સાગબારા,વડાલીમાં વરસ્યો એક એક ઈંચ,ડેડિયાપાડા, સંજેલીમાં વરસ્યો પોણો ઈંચ,માલપુર, કામરેજ, આહવામાં પોણો ઈંચ,ઓલપાડ, વઘઈમાં વરસ્યો પોણો ઈંચ,સુરતના માંડવી, ખેડાના મહુધામાં પોણો ઈંચ,લુણાવાડા, ક્વાંટ, વિજયનગરમાં અડધો ઈંચ,પારડી, અમદાવાદ શહેરમાં અડધો ઈંચ,ખેરાલુ, સોનગઢ, વડનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.