IPS Hasmukh Patel : IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી

Continues below advertisement

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેમની નિમણૂક થતાં GPSCને નવું નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે. દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ તેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાની હોઈ સરકારે હવે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને ચેરમેન તરીકે વરણી કરી છે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram