Junagadh Rain | ઓસા ગામ ફેરવાયું બેટમાં, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી Watch Video
જૂનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ-કેશોદના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વંથલી, કેશોદ,પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માંગરોળ નજીકનું ઓસા ગામ બેટમાં ફેરવાયુ હતું. ભાણવડના નવાગામ રોડ પર વેરાડી નદીના પાણી ફરી વળ્યા હતા.
જૂનાગઢના ઘેડ પંથકના ફુલરામા ગામ બેટમાં ફેરવાયુ હતું. ફુલરામા ગામમાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લોકો ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદથી સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયું હતું.
જૂનાગઢ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રીના કારણે કેશોદનું મૂળિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘર હોય કે મકાન કે પછી દુકાન અને મંદિર બધુ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘેડ પંથકના મૂળિયાસા ગામમાં વારંવાર જળભરાવની સ્થિતિના પગલે અહીંના લોકો ત્રસ્ત છે.