Junagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા
રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાએ પ્રતિક્રિયા આપી. તેમને કહ્યું કે આ સમગ્ર મામલો તપાસનો વિષય છે...જો કે તેમને તે પણ કહ્યું કે હોસ્પિટલ માટે કે ડોક્ટર માટે કોઈ શંકા નહીં. હોસ્પીટલમાં પ્રાર્થના કરવાના નામે આવેલા સાધુઓ ગયા બાદ 30 મીનીટમાં તનસુખગીરી બાપુનો દેહ વિલિન થઈ ગયો તેના ઉપર શંકા જાય તેવી વાત છે..મારો માત્ર એ જ પ્રશ્ન છે કે ICU વિભાગમાં હતા અને વેન્ટીલેટર પર હતા તો સહી શિક્કા કઈ રીતે થઈ શકે.
જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકો. મહંત તનસુખગિરિજી બ્રેઈન ડેડ ન હોવાનો રાજકોટ હોસ્પિટલના પ્રવક્તાનો ખુલાસો. હૉસ્પિટલના પ્રવક્તા ઉર્વીશ વૈષ્ણવનો દાવો છે કે તેમને રોજ સવાર સાંજે પરિવારના સભ્યોની હાજરી આખો ખોલાવી અને હાથ ઊંચા કરાવતા. પરંતુ ધાર્મિક લાગણીના કારણે અમે તેઓને આઇસીયુમાં પ્રવેશ આપ્યો હતો. જો કે તેમના સ્વાસ્થય સારું થાય તેમના માટે જુનાગઢથી અમુક સંતો આવ્યા હતા. તેમની સાથે કોઈ કોર્ટ પહેરેલા કોઈ વકીલો આવ્યા ન હતા. તેમની સાથે અમુક સેવકો હતા. જો કે તનસુખગીરી બાપુના કોઈ કાગળ ઉપર સહી સિક્કા લેવામાં આવ્યા છે. તે અમારા જાણની બહાર હોવાની તેમને વાત કરી. પરંતુ સીસીટીવી અને આરોગ્યની હિસ્ટ્રી આપવાની હોસ્પિટલે તૈયારી બતાવી છે..