Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર

Continues below advertisement

ખેડાના પીપલગ રોડ પર રફ્તારનો કહેર.. બેફામ કાર ચાલકે એક સાથે ત્રણ વાહનને ઉડાવ્યા. યુવતી સહિત ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

ખેડા જિલ્લામાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. પીપલગ રોડ ઉપર બેફામ દોડતી કારે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક યુવતી સહિત ચાર લોકોને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના વિશે વધુ માહિતી મેળવવા માટે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.

ખેડા જિલ્લામાં રફતારનો કહેર ફરી એક વખત જોવા મળ્યો છે. એક નબીરાએ પોતાની ગાડીથી આશરે ચાર જેટલા વાહનોને ટક્કર મારી છે. અત્યારે આપણે ઘટનાસ્થળ પર હાજર છીએ, જે પીપલગથી પીપળાતા રોડ, એટલે કે નડિયાદ નજીક છે. આ ગાડીમાં કોલેજમાં ભણતો નબીરો હતો. જે બેફામ રીતે આગળથી ચાલતો હતો. સામેથી જે બાઈક સવારો જતા હતા. તેમને ટક્કર મારી દીધી. હું બાઈકના દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે કઈ હાલત છે આ બાઈકની. આ બાઈકો જોઈને તમને સમજણ પડી જશે કે ખરેખર કેવી હાલત હશે. ચાર જેટલા બાઈકોને ટક્કર માર્યા બાદ, આ ડ્રાઈવરનો કાબુ ગુમાવ્યો અને કાબુ ગુમાવ્યા બાદ ત્યાં આગળ નજીકમાં રહેલી ખેતરની વાળમાં ઘુસી ગયો. અહીંયા આગળના સ્થાનિક લોકોએ નબીરાને પકડી અને પોલીસના હવાલે કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram