Somnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો
ગીર સોમનાથ ના સોમનાથ પાટણ ખાતે આવેલા વેનેશવર મંદિર નજીક કોળી સમાજ છેલા ચાર દિવસથી ધરણાં પર બેસી આંદોલન કરી રહ્યો હતો. ધારાસભ્ય વિમલ ચુડાસમા ના નેતૃત્વ માં આં આંદોલન ચાલી રહ્યું હતું જો કે આ આંદોલનનો આખરે અંત્ત આવ્યો છે .આં છાવણીમાં સાંસદ રાજેશ ચુડાસમા પહોચ્યા હતા અને કોળી સમાજ અને વિમલ ચુડાસમાને ખાતરી આપી છે કે જ્યા સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી આ જમીન પર ની કકરિં પન નહિ હલે
કોળી સમાજ ના આગેવાનો નું કેહવુ હતું કે તંત્ર દ્વારા શોર્ટ ટાઇમ માં નોટિસ આપી જમીન ખાલી કરાવવા ની પેરવી કરવામાં આવી રહી હતી.ગઈકાલે ધારાસભ્ય વિમલ ચુડાસમા ના નેતૃત્વ માં સોમનાથ થી વેરાવળ સુધી વિશાળ બાઈક રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું. સાથે જ ચીમકી આપી હતી કે સોમનાથ ખાતે યોજાનાર ચિંતન શિબિર માં કાળા વાવટા ફરકાવી ચિંતન શિબિર માં ચિંતા વધારી શું. આખરે સાંસદ ચુડાસમા છાવણી પર પહોચ્યા અને ખાતરી આપી મામલો થાળે પાડ્યો