Kolkata Case Impact | કોલકાત્તાની ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત, ડોક્ટર્સની હડતાળથી રઝળ્યા દર્દીઓ

Continues below advertisement

દેશભરમાં કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ થઇ રહ્યો છે. જેના પગલે અમદાવાદના તબીબોએ પણ હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદની 27 નામાંકીત હોસ્પિટલ તબીબો કામકાજથી અળગા રહ્યાં છે. કોર્પોરેટ તેમજ ખાનગી 500 જેટલી હોસ્પિટલના તબીબોએ હડતાળ કરી રહ્યાં છે. 15 હજારથી વધુ OPD બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદની હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને લઈને મૌન રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોપીને કડક સજા આપવાની માગ કરવામાં આવી છે. આજે રાજકોટમાં પણ તબીબોએ વિરોધ પ્રદર્શન માટે રેલી કાઢી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram