Kolkata Doctor Case | Gujarat Doctors Strike | કોલકાતા ડોક્ટર હત્યાકાંડના પડઘા ગુજરાતમાં

Continues below advertisement

Doctors Protest Gujarat: કોલકાતામાં મહિલા ડૉકટર પર બળાત્કાર અને  હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા હતા. આજે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન અને સિનિયર અને જૂનિયર રેસિડેન્સ ડોક્ટરો વિરોધ નોંધાવશે. તેઓ ઈમરજન્સી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે. હડતાળમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ જોડાશે. અંદાજીત 600 જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલમાં જોડાઈ ઘટનાનો સખત વિરોધ કરશે. નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીથી તબીબો અળગા રહેશે.. માત્ર ઈમરજન્સી સેવામાં ફરજ બજાવશે. પરંતુ સામાન્ય સારવાર લેવા માટે આવતા દર્દીઓને હાલાકી પડશે.

બીજી તરફ ગાંધીનગર GMERS મેડિકલ કોલેજે પણ પરિપત્ર જાહેર કર્યો છે. અને વિદ્યાર્થિનીઓ તેમજ મહિલા રેસિડન્ટ ડોક્ટરોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થિનીઓ તેમજ મહિલા રેસિડન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેતા અન્ય મહિલા સાથે રહેવું અને ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા સૂચના આપી છે.પરીચિત વ્યક્તિ સિવાય રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનુ ટાળવું કહેવાયું છે. અને હોસ્ટેલ, કોલેજ કે હોસ્પિટલમાં કોઈ અપિરિચિત વ્યક્તિની શંકાસ્પંદ વ્યક્તિની અવર જવર જણાય તો તાત્કાલિક સક્ષમ અધિકારીને જાણ કરવાની સૂચના આપી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram