Kutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકો
Continues below advertisement
કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપનો આચંકો અનુભવાયો છે..સવારે છ અને ચાર મીનિટે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો છે.. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે..
આ પહેલા કચ્છમાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં કોઈ જાનહાનિની માહિતી નથી. સવારે 10.44 કલાકે આ આંચકો અનુભવાયો હતો. આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતા સાથેનો આ બીજો ભૂકંપ છે. અગાઉ 7 ડિસેમ્બરે જિલ્લામાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.
Continues below advertisement