Kutch Heavy Rain | કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ સ્થિતિ વીડિયોમાં

Continues below advertisement

Kutch Heavy Rain | કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ સ્થિતિ વીડિયોમાં 

કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.. કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે.. અહીંયા 24 કલાકમાં અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે..મળતી માહિતી પ્રમાણે 11 ઈંચ વરસાદ અબડાસામાં લખપતમાં નવ નખત્રાણામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.. ભૂજના જૂના બસ સ્ટેશનનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે.. ગાડી સામે પણ જોઈ શકાય છે કે વાહન અહીંથી પસાર થવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે. લોકો અહીંથી પસાર થતા હોય છે તેમને પણ હાલાકીનો સામનો જે છે તે પડી રહ્યો છે પરંતુ ભૂજના બસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં જુવો ત્યાં ગોઠણડુબપાણી ભરાયા છે.. અહીંયા આસપાસની દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram