Kutch Heavy Rain | આગાહી વચ્ચે કચ્છના માંડવીમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં

Continues below advertisement

જરાતમાં ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારત સરકારના હવામાન વિભાગની તાજેરની આગાહી કચ્છના કેટલાક વિસ્તારોમાં અસના નામના ચક્રવાતનો ખતરો છે. આ સંભવિત ખતરાને લઈને હવે કચ્છ કલકટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાંકહેવામાં આવ્યું છે કે,  આગાહી મુજબ તા. ૩૦/૦૮/૨૦૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આપણા કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની સંભાવના રહેલી છે.

આ વિસ્તારમા આવેલ તમામ ગામોમા કાચા મકાન રહેતા હોય તેવા તમામ લોકોને તા. ૩૦/૦૮/૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આસપાસમા આવેલ સલામત જગ્યા જેવી કે, પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, સમાજવાડી કે અન્ય નજીકમા આવેલ કોઇ પાકા બાંધકામમા પહોચી જવા વિનંતી કરવામા આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram