Kutch: ભુજના માધાપરમાં માતાની ક્રુરતાનો એક વીડિયો સોશલ મીડિયામાં થયો છે વાયરલ
Continues below advertisement
કચ્છ ભુજના માધાપરમાં માતાની ક્રુરતાનો એક વીડિયો સોશલ મીડિયામાં થયો છે વાયરલ. આ વીડિયોમાં માતા જ પોતાની વ્હાલસોયી બાળકીને બેરહેમી પૂર્વક ફટકારી રહી છે. આ માસૂમનો વાંક માત્ર એટલો જ છે કે તેનાથી તેલ ઢોળાયું. બસ તેલ ઢોળતા જ જન્મ દેનારી જનેતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને બાળકીનું ગળુ દબાવે છે... આટલેથી અટકવાના બદલે તવિથાથી માર માર્યો. સોશલ મીડિયામાં વીડિયો વાયરલ થતા બાળકીના પિતા અને મહિલાના પૂર્વ પતિએ માધાપર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 323 અને કિશોર ન્યાય અધિનિયમ 2015ની કલમ 75 મુજબ ફરિયાદ નોંધાવી. પોલીસની પ્રાથમિક તપાસમાં સોશલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો બે વર્ષનો હોવાનું સામે આવ્યું છે...
Continues below advertisement