ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવવાની અંતિમ તક, જાણો ક્યારે પૂર્ણ થશે મુદત?
Continues below advertisement
વર્ષ 2019-20ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 9 થી 12માં ધોરણમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ માટે હવે પ્રવેશ લેવાની અંતિમ તક છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કોરોનાના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ માટે ૩૧મી જાન્યુઆરી અંતિમ સમય મર્યાદા આપી હતી, જે બાદ હવે સમય મર્યાદા નહીં વધારવામાં આવે. 2019-20ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન કોરોનાના કારણે શાળા બંધ હતી, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શક્યા ન હતા. જેને લઈને બોર્ડે છેલ્લા ચાર મહિનાથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની પરવાનગી બાદ પ્રવેશ મેળવી શકે તેવી સુવિધા કરી હતી. સામાન્ય રીતે દર વર્ષે શાળા કક્ષાએ પ્રવેશ માટે 31 ઓગસ્ટ અંતિમ તારીખ હોય છે.
Continues below advertisement