બારડોલી: નદીમાં દૂષિત પાણી છોડવાને લઈ મઢી સુગર મીલમાં સ્થાનિકોએ તાળા બંધીનો કર્યો પ્રયાસ
Continues below advertisement
સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી મઢી સુગર મીલમાં તાળા બંધી મામલે હોબાળો થયો હતો. સુગર મીલમાંથી મઢીની ગુણવંતી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાની ફરિયાદ છે. મઢી તેમજ આસ પાસ ના રહીશો સુગર ના મુખ્ય ગેટ પર તાળા બંધી કરતા પોલીસ દ્વારા અટકાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સુગર બહાર વિરોધ કરી રહેલા 30 થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરાઈ હતી.
Continues below advertisement