Lok Sabha Election 2024 | ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ બનાસકાંઠાની બહેનોને શું આપ્યું વચન?
Lok Sabha Election 2024 | મહિલા સંમેલનમાં રેખાબેનનું નિવેદન. બનાસ ડેરીનાં ઉદ્યોગ થકી આજે મહિલાઓ આત્મ નિર્ભર બની છે. ગલબા કાકા નું સપનું હતું દાતરડા નાં હાથા પર વિધવા બહેનો પણ પોતાનું જીવન વિતાવી શકે. આજે મોદી સાહેબ નાં નેતૃત્વ માં બનાસડેરી વટ વૃક્ષ બની છે. કોરોના કાળ માં જ્યારે બધા રોજગાર ધંધા બંધ હતા ત્યારે બનાસડેરી ચાલુ રહી હતી. અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે તે લોકશાહી ની સૌથી મોટી ચૂંટણી ચાલી રહી છે.. મોદી સાહેબ ને વડા પ્રધાન બનાવવાની ચૂંટણી છે.હું તો માત્ર પ્રતિનિધી છું.. જ્યાં નારીઓ નું પૂજન થાય છે ત્યાં દેવતાઓ નો વાસ હોય છે..મોદી સાહેબે મહિલાઓ માટે અનેક યોજનાઓ મૂકી છે. પહેલા દૂર દૂર થી બેડા ઉપાડી પાણી લાવતા હતા .આજે જળ સે નલ યોજના ઉજ્જલા યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત ની યોજનાઓ મહિલાઓ માટે છે. મારે તો મહેનત કરવી છે બનાસકાંઠા નો વિકાસ કરવો છે..સેવા તો મારા સંસ્કારમાં છે. ગલબા કાકા એ પોતાના પરિવાર ની ચિંતા નથી કરી તેમણે બનાસકાંઠા નાં દરેક સમાજ ની ચિંતા કરી છે. આજે તમારે મારા પડખે ઉભા રહેવાનું છે..5 વર્ષ હું તમારા પડખે ઊભી રહીશ. તમારા કોઈ પણ પ્રશ્ન હોય કામ માટે આ બનાસ ની દીકરી તમારી સાથે રહેશે. મહિલા સંમેલન નાં રેખાબેને મહિલાઓ ને મોદી સાહેબ નાં વિકાસ નાં કામો ને લઇ મત માટે કરી અપીલ.