રાજ્યમાં વધુ એક ધારાસભ્યને થયો કોરોના, સત્ર દરમિયાન 10થી વધુ ધારાસભ્યો થયા સંક્રમિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2021 10:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વધુ એક ધારાસભ્ય (MLA) કોરોના (corona) સંક્રમિત થયા છે. કૉંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કોરોનાં સંક્રમિત થયા છે. તો આ તરફ નેતા વિપક્ષના કાર્યાલયમા પણ વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો આ તરફ મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના સંક્રમિત થયા. તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં 10થી વધારે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે