Madhavpur Mela 2024 | દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય માધવપુરનો લોકમેળો

Continues below advertisement

Madhavpur Mela 2024 | માધવપુરનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન કૃષ્ણના ભક્તજનો એકઠા થાય છે જે મેળાનું સ્વરૂપ ધારણ કરે છે. માધવપુર ઘેડ ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું દરિયાકાંઠાનું ગામ છે. પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આ લોકમેળો  દર વર્ષે ચૈત્રી સુદ નોમ થી સતત પાંચ દિવસ સુધી યોજાય છે. એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી થી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા.  તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે. કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે. પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓ મોકલવમાં આવે છે.  પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે. આ મેળામાં કચ્છથી મેર જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે. ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથેનું સામૈયુ, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા પ્રસંગો જોવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram