પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતા મધ્યપ્રદેશના લોકો ગુજરાતમાંથી પેટ્રોલ-ડીઝલની કરી રહ્યા છે ખરીદી

Continues below advertisement
મધ્યપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ ગુજરાત કરતા મોંઘુ હોવાના કારણે લોકો 25થી30 કિલોમીટરનું અંતર કાપીને દાહોદની સરહદે આવેલ પેટ્રોલ પંપથી પેટ્રોલ-ડીઝલની ખરીદી કરી રહ્યા છે. ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલ દાહોદથી 30 કિલોમીટર આવેલ મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો હોવાના કારણે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો થયો હતો. આ પાછળનું કારણ એ છે કે, ગુજરાતના દાહોદ કરતાં મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુરમાં પેટ્રોલ 10થી 12 રૂપિયા મોંઘુ છે અને ડીઝલના પણ 2થી3 રૂપિયા વધુ ચુકવવા પડી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram