BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલ

Continues below advertisement

 મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકડાયરાના કલાકાર કિર્તીદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતો મહાઠગ નજરે પડી રહ્યો છે. નોંધનીય છે કે, લોકોના રૂપિયાને ભૂપેન્દ્ર ઝાલાએ લોકોના રૂપિયા બેફામ ઉડાવ્યાં રહ્યો છે. તેનો ફ્રોડ યોજનામાં લોકોને પ્રભાવિત કરવામાં માટે ડાયરામાં બેફામ રૂપિયા ઉડાવતો હતો.

BZ Group Scam: રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પૉન્ઝી સ્કીમનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા BZ ગૃપ પર CIDની તવાઈ થઇ છે. આ કંપની પર પૉન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યાંનો આરોપ લાગ્યો છે. આ આરોપો લાગ્યા બાદ BZ ગૃપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram