Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ
ATS Gujaratના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીનાઓને ગુપ્ત માહિતી મળેલ કે, મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે રહેતા અમીત ચતુર્વેદી તથા નાસીક, મહારાષ્ટ્ર ખાતે રહેતા સનયાલ બાને નામના ઈસમો એકબીજાના મેળાપીપણામાં ભોપાલના બગરોડા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરીંગ યુનીટની આડમાં ગેરકાયદેસર પદાર્થ માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે.
ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ પોલીસ અધિકારી ઓને જાણ કરી આ માહિતીને પો.વા.સ.ઈ. આર. સી. વઢવાણાનાઓ મારફતે ટેકનીકલ રીસોર્સીસ દ્વારા ડેવલોપ કરાવી તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર બી.એમ. પટેલ, પો.સ.ઈ એ.આર. ચૌધરી, એમ.એન. પટેલ તથા પો.વા.સ.ઈ. ડી.એસ. ચૌધરી તથા સ્ટાફના માણસો અને NCB (ઓપ્સ.) દિલ્હીની ટીમ દ્વારા તા. 05/10/2024ના રોજ ભોપાલ, મધ્યપ્રદેશના આઉટસ્કર્ટમાં આવેલ બગરોડા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જે દરમ્યાન માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હોવાનું ખૂલવા પામેલ.જે સર્ચ દરમ્યાન કુલ 907.09 kg મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) મળી આવેલ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 1814.18 કરોડની થાય છે. આ ઉપરાંત ઉપરોત રેડ દરમ્યાન આશરે 5000 કિલો રો મટીરીયલ અને મેફેડ્રોન (MD) ઉત્પાદન માટે ઉપયોગમા લીધેલ ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટસ મળી આવેલ.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. આજે રજાના દિવસે પણ મુખ્યમંત્રીએ બોલાવેલી કેબિનેટ બેઠકમાં કયા મહત્વના નિર્ણયો લેવાશે તેના પર સૌ કોઈની નજર છે. 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના અંગેના નિર્ણય પર કેબિનેટમાં મહોર વાગી શકે છે. એટલે કે 70 હજાર જેટલા કર્મચારીઓને આજે દાદાની સરકાર નવરાત્રિની ભેટ આપી શકે છે. આ ઉપરાંત આવતીકાલે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને જાહેર ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ પૂરા થશે. જેને લઈ પણ કાર્યક્રમોના આયોજન બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. નરેન્દ્ર મોદીના સીએમ ટૂ પીએમ તરીકે વર્ષ ના કાર્યક્રમોની જવાબદારી દરેક મંત્રીઓને સોંપાઈ શકે છે. બસ થોડીવારમાં કેબિનેટની બેઠક પૂરી થશે. જે બાદ પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોંફ્રેંસ યોજશે. જેમાં તમામ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.