Mehsana Farmer | બહુચરાજીમાં કેનાલ તોડી વરસાદી પાણી વહેતા કરાતા ખેડૂતો ચિંતાતુર
મહેસાણાના બહુચરાજીમાં કેનાલ તોડી વરસાદી પાણી વહેતા કરાતા ખેડૂતો ચિંતાતુર. વરસાદી પાણીના નિકાલ માટે પ્રશાસને ઈટોદા ગામ પાસેની તોડી કેનાલ. જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન...
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ભરચોમાસે કેનાલ તોડી પાણી વહેતું કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાત એવી છે કે, પાટણના ચાણસ્મા તાલુકાનું પાણી રૂપેણ નદી અને કોતરોમાં જતું હતું. પણ નિકાલ ન થતાં વરસાદી પાણી ભરાયા હતા.
એવામાં નર્મદા વિભાગ અને સ્થાનિક પ્રશાસને વરસાદી પાણીના નિકાલ માટે ઈટોદા ગામ પાસેની કેનાલ તોડી. તેમાં આ પાણી છોડી દેવાયું. હવે આ પાણી બહુચરાજી. સમી અને શંખેશ્વર તાલુકાના ગામોમાં પહોંચ્યા છે. અને ખેતરોમાં પાણી ભરાયા છે..જેને લઈ ખેડૂતોનો પાક ડૂબી ગયો છે. સવાલ એ છે કે, સિંચાઈ માટે બનાવેલી આ કેનાલ તોડવાની પરવાનગી કોણે આપી. અને જો આ પાણીના કારણે ખેડૂતોને નુકસાન થયું.. તો જવાબદારી કોની.