ABP News

ટિકટોક પર ધૂમ મચાવનારી મહિલા પોલીસ અર્પિતા ફરી મેદાનમાં ફિલ્મી સોંગ્સ પર થયા જોરદાર વીડિયો વાયરલ

Continues below advertisement

મહેસાણાઃ ટિકટોક પર ધૂમ મચાવનારી પોલીસ કોન્સ્ટેબલ અર્પિત ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવી છે.  અર્પિતા ચૌધરીને બહુચરાજી મંદિરમાં ડ્યુટી સોંપાઈ છે.  બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અર્પિતા ગેરહાજરી જોવા મળી હતી.  પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે. 

બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અર્પિતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા. પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા. અગાઉ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવાના મામલે અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram