Aravalli News | મોડાસાનો ભેરૂડા રોડ જળમગ્ન, વિસ્તારના રહીશોની હાલત કફોડી

Continues below advertisement

અરવલ્લીના મોડાસાની કોલેજથી ભેરૂડા જતા માર્ગ પર હજુ પણ પાણી ભરાયેલા છે. કોલેજ થી ભેરૂડા રોડ પાણીમાં ગરકાવ. ખાડામાં પાણીનો ભરાવ થતા અકસ્માતની ભીતિ. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા તેમજ RNB વિભાગ ઘોર નિદ્રામાં. 

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લામાં સૌથી વધુ મોડાસા તાલુકામાં સીઝનનો 56 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે ત્યારે આ વરસાદ પડતા મોડાસા શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી હાલ છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે પણ અહીં કોલેજ થી ભેરુંડા રોડ પાણીમાં ગરકાવ છે. હજુ ઘણી સોસાયટીઓના રસ્તાઓ પાણી ભરાયા છે. મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના લઈ રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા પણ રસ્તાઓ તોડ્યા પછી ગટર લાઈન પણ નખાઈ ગઈ હોવા છતા પણ હજુ આ રસ્તાઓ તૂટેલા હાલતમાં છે. હાલ રસ્તાઓ પર ઊંડા ખાડાઓ છે જો વધુ વરસાદ પડે તો અહીં આખા વિસ્તારમાં કમર સમા પાણી ભરાઈ જાય છે, હજુ ગટર લાઈન શરૂ ન હોવાના કારણે પાણીનો ભરાવો થાય છે. હાલ ગટર લાઈન ફેલ જોવા મળી રહી છે દુર દુર સુધી રસ્તો ધોવાઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં ખાડા અને ખાડામાં પાણીનો ભરાવો છતાં નગરપાલિકા તેમજ RNB વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. નગરપાલિકાના કોઈ કોર્પોરેટર તેમજ અધિકારી દ્વારા આ વિસ્તારની મુલાકાત પણ નથી લેવામાં આવી. હાલ વિસ્તારની 15 થી વધુ સોસાયટીમાં 1500 વધુ મકાનો આવેલા છે, જ્યાં રહીશો પરેશાન બન્યા છે. ત્યારે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ ગટર લાઈન શરૂ કરવામાં આવે તેમજ રસ્તો બનાવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram