Modi Cabinet On Farmers: નવા વર્ષ પર મોદી સરકારની ખેડૂતોને ભેટ

Continues below advertisement

નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે. આનાથી ખેડૂતોને ડીએપી માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે. ડીએપીનું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ આપશે.

2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DAP ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે. આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતાને વેગ આપવાનો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો અને જરૂરી ખાતરોની સસ્તી પહોંચ પૂરી પાડવાનો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram