દરિયાકાંઠેના વિસ્તારોમાં દરિયાઇ ખારાશને અટકાવવા રૂપાણી સરકારે કેટલા કરોડની યોજનાને આપી મંજૂરી?

Continues below advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવા મહત્વનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક આપવામાં આવી છે. આ યોજનાથી ગીર સોમનાથ જિલ્લાના ૨૩ ગામોની ૨૧૦૦ હેક્ટર જમીનમાં ફળદ્રુપતામાં વધારો થશે. ખારાશ પ્રસરતી અટકશે. ભૂગર્ભ જળ ઉંચા આવશે અને પીવાનું મીઠું પાણી મળતું થશે.  અત્યાર સુધીમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણના વિવિધ કામોથી ૮૭,૭૯૭ હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram