મોરબી પેટા ચૂંટણી: મતદાન અગાઉ કૉંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલની મોટી જાહેરાત, જુઓ વીડિયો

Continues below advertisement


મોરબી પેટા ચૂંટણી જંગ પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી હોય બંને પક્ષે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે અને પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે ધારાસભ્ય તરીકેનો તમામ પગાર જનતાની સેવામાં વાપરશે તેવું વચન આપ્યું છે. મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મતદારોને જાહેર વચન આપતા જણાવ્યું છે કે જયંતીલાલ પટેલ તેને વચન આપે છે કે ધારાસભ્ય બન્યા બાદ તેઓ 22 મહિનાનો અંદાજીત ૨૪ લાખથી વધુનો પગાર મોરબી-માળિયાની જનતાની સેવામાં તેઓ વાપરશે આવો વિચાર ક્યાંથી આવ્યો તે અંગે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમીયાન છેવાડાના વિસ્તારમાં ગરીબોને જોયા ત્યારે નક્કી કર્યું કે મોરબી-માળિયા મત વિસ્તારમાં એકપણ નાગરિક ભૂખ્યો સુવો ના જોઈએ જેથી ધારાસભ્ય બન્યા બાદ જે પગાર તેમજ ભથ્થા મળે છે તે તમામ રકમ નાગરિકોના હિત માટે વાપરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram