Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત
Continues below advertisement
હળવદ તાલુકાના ટીકરના રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. અગરિયાઓની મીઠાની મોસમ શરૂઆત થતા અગરિયાઓ કાળી મજૂરી કરી મીઠું પકવવાનું કામની શરૂઆત કરે છે . રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવાઓ ખોદી એ પાણી અગરમાં વાપરે છે અહી રણમાં આવા સેંકડો કૂવાઓ છે .આ ઉપરાંત ખારા પાણીને મેળવવા માટે બોર પણ બનાવે છે જે કૂવાનીઆસપાસ જ હોય છે.
જ્યારે ચોમાસુ આવેએ વખતે બોરને ભીની માટીથી કામચલાઉ બંધ કરી દે છે. રણ વિસ્તારમાં આશરે 500 જેટલા કૂવા બોર છે. જ્યારે આવા બોર કે કૂવા ખોદવામાં આવે ત્યારે એમાંથી મોટા જથ્થામાં ગેસ નીકળે છે, એ વખતે અગરિયાઓને ગૂંગણામણનો સામનો કરવો પડે છે.
Continues below advertisement