Morva Hadaf Case | મોરવા હડફમાં નકલી વિજિલન્સે વેપારી સાથે કર્યો 7 હજારનો તોડ
Continues below advertisement
Morva Hadaf Case | મોરવા હડફ વિસ્તાર માં તોડ કરનાર નકલી વિજિલન્સ ટીમ મામલો. ભોગ બનનાર ગોધરા તાલુકા નાં બખખર ગામના યુવકે કર્યો ખુલાસો. મચ્છીની દુકાન ધરાવતા નિલેશભાઇ વણઝારા નામના યુવકે કર્યો ચોંકાવનારો ખુલાસો. દારુનું વેચાણ કરો છો તેમ કહી ચાર ઇસમો પોલીસ ની જેમ દુકાન માં પ્રવેશી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કંઇ જ ન મળતાં આજું બાજૂ માથી ખાલી દારૂ ની બોટલો એકઠી કરી કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનાર ફરીયાદી નિલેશ વણઝારા નામના ઇસમ પાસેથી 50 હજાર માંગવા અવ્યા હતાં. ફરિયાદી પાસે 50 હજાર ન હોય અંતે રૂપિયા 7 હજાર પડાવ્યા હતા.
Continues below advertisement