Mulsana Land Scam: કરોડોના જમીન કૌભાંડને લઈ કોંગ્રેસના સનસનીખેજ આરોપ
ગાંધીનગરના મુલસાણા ગામે પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતી જમીન ગેરકાયદે રીતે બિલ્ડરોને પધરાવી મસમોટુ જમીન કૌભાંડ આચરવામાં આવ્યુ છે. આ કેસમાં ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર એસ. કે. લાંગા હજુ જેલની હવા ખાઈ રહ્યા છે..બીજી તરફ આ જમીન પર બિલ્ડરો બેફામ રીતે બાંધકામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ છે. કૉંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા મુલસણા ગામ. અને ગ્રામજનો સાથે મુલાકાત કરી. અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી કે, જો આ જમીન સરકારે પાછી ન લીધી તો તેઓ ખેડૂતો સાથે મુલસણા ગામથી કૂચ કરી. વિધાનસભાનો ઘેરાવ કરશે અમિત ચાવડાનો આરોપ છે કે ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. મુલસાણા અને તેની આસપાસ દસ ગામની ગૌચરની જમીન બિલ્ડર ચરી ગયા છે. મુલસાણાની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા જેની બજાર કિંમત 20 હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય જાય છે. તેવી કિંમતી જમીન નીતિ, નિયમોને નેવે મૂકી બિલ્ડરોએ કબજે કરી લીધો હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે, વિજય રૂપાણીની સરકારમાં જમીન વેચવાનું કૌભાંડ આચરાયું... અને ભૂપેન્દ્ર પટેલ સરકાર આ કૌભાંડ આગળ વધારી બાંધકામની મંજૂરી આપી છે. અને કરોડોનો ભ્રષ્ટાચાર ઓચરી બિલ્ડરોને જમીન પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કરી દીધા...ત્યારે ગણોતિયાઓને હક નહિ અપાય તો 'ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમનો હક અધિકાર આપો'ના નારા સાથે અસરગ્રસ્ત ખેડૂત પરિવારો ઢોરઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારી.