Mumtaz Zahra Baloch | ‘જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબ્જો..’ પાકિસ્તાને ફરી ઓંક્યું ઝેર
જિલ્લાને લઈને ફરી એક વખત પાકિસ્તાનના હાસ્યસ્પદ દાવાની જૂનાગઢમાં ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા એવું નિવેદન જાહેર કરીને ફરી એક વખત જૂનાગઢને લઈને પાકિસ્તાન હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયું છે. પાકિસ્તાન સરકાર દ્વારા જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને ભારત જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો ધરાવે છે. તેવા દાવાને જૂનાગઢના ઇતિહાસકારોએ પાયા વિહોણા ગણાવ્યા છે અને સમગ્ર મામલામાં પાકિસ્તાનની સરકાર ત્યાંના લોકોને ગેરમાર્ગે દોરીને ભારત વિરુદ્ધ એક માહોલ ઊભો કરવાનું તરકટ રચી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
ફરી એક વખત પાકિસ્તાન સરકારે જૂનાગઢ તેમનું છે. તેવો હાસ્યાસ્પદ દાવો કર્યો છે. પાકિસ્તાન સરકાર દ્વારા જૂનાગઢ તેમનું છે અને ભારત તેના પર ગેરકાયદેસર કબજો ધરાવે છે તેવો હાસ્યાસ્પદ દાવો કરીને જૂનાગઢ પર પોતાનો કબજો જમાવવાનો નાપાક ઇરાદો જાહેર કર્યો છે. ભારતની આઝાદી વખતે જૂનાગઢના નવાબ જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરીને અહીંથી રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢના સ્થાનિક લડવૈયાઓ અને આંદોલનકારીઓ દ્વારા જૂનાગઢને સ્વતંત્ર ભારતનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો.