નર્મદાઃ PM મોદીના આગમન અગાઉ પ્રશાસનની તૈયારી, 18 હજારથી વધુ લોકોના થશે કોરોના ટેસ્ટ

Continues below advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા તંત્રએ કવાયત શરૂ કરી હતી. નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા 18000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે જે માટે 5 હજાર ટેસ્ટ કીટ મંગાવવામાં આવી છે. આ કામગીરી 20 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. 31 મી ઓક્ટોબર 2020 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા VVIP મહેમાનો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આશરે 18,000 થી 20,000 લોકોના 2 થી 3 વખત RT PCR તથા રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવાનું પણ આયોજન હાથ ધરાયુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram