Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video
Narmada Rain | નર્મદા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ... કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ધીમીધારે વરસાદ ખાબક્યો છે... દ્વારકા-પોરબંદર હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો છે.... રાજપીપળા શહેરમાં પણ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે...
રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી ત્રણ કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની શક્યતા.