Navsari: પાલિકાના પાપે ચોમાસામાં નાગરિકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાશે એ નક્કી

Continues below advertisement

પ્રિમોન્સુન કામગીરી એ રાજ્યસરકારના તમામ વિભાગો માટે મહત્વની થઈ પડતી હોય છે દર વર્ષે નવસારી પાલિકા પ્રિ મોન્સુન માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે જેમાં રોડ રસ્તા, ખાડી ને સફાઈ જેવા વિવીધ કામો હાથ ધરવામાં આવે છે. પરંતુ આ વખતે પણ શહેરમાં અધૂરી કામગીરી જોવા મળી રહી છે 

નવસારી પાલિકા. જેના પાપે ચોમાસામાં નાગરિકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાશે એ નક્કી છે.  વાત એમ છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે પાલિકાએ અંડરગ્રાઉન લાઈન નાખવાની કામગીરી શરુ કરી. પરંતુ હવે આ જ કામગીરી નાગરિકો માટે માથાનો દુખાવો બન્યો છે. પાલિકાએ શરુ કરેલી કામગીરીને આજે છ મહિના પૂર્ણ થયા. પરંતુ હજુ પણ કામગીરી અધૂરી છે.  સ્થાનિકોનો દાવો છે. જો પાલિકા ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ નહીં કરે તો શાક માર્કેટ અને આસપાસના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું નક્કી છે. તો પાલિકાના ઉપપ્રમુખે દાવો કર્યો કે. લેવલિંગ ન હોવાના કારણે કામગીરી અટકી છે. તો વિપક્ષે પણ પ્રશાસન પર બેદરકારીના આરોપ લગાવ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram